મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અજાણ્યા વાહનની પાછળ ટેન્કર અથડાતાં રાજસ્થાની યુવાનનું મોત


SHARE







માળીયા (મી) નજીક અજાણ્યા વાહનની પાછળ ટેન્કર અથડાતાં રાજસ્થાની યુવાનનું મોત

મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર સુરજબારી પુલ નજીક દેવ સોલ્ટની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલ ટેન્કરના ચાલકે તેની આગળના ભાગમાં જઈ રહેલા અજાણ્યા કોઈ વાહનની પાછળ ટેન્કર અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ટેન્કર ચાલકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના છીતર કાપાર ગામના રહેવાસી વિશ્નારામ રામારામ દતરવાલમાળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા તેના ભાઈ સામે ડાલુરામ રામારામ દતરવાલ (34) રહે. મૂળ રાજસ્થાનના છીતર કાપાર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેનો નાનો ભાઈ ડાલુરામ રામારામ (34) ટેન્કર નંબર એમ.એલ. 01 એએ 5670 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગે જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળના ભાગે ફરિયાદીના ભાઈનું ટેન્કર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.




Latest News