મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ  હાથ ધરાયું


SHARE







ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ  હાથ ધરાયું

ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

CGWB દ્વારા ગુજરાતના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ પાંચ જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વે કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા જરૂરી હેલી બોન સર્વે કરીને પાણીની ઉપલબ્ધતા જમીનના પ્રકાર તેમજ પાણીની ગુણવત્તા અંગેની જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી છે. આ કામગીરી સિનિયર વૈજ્ઞાનિક કાર્તિક પી ડોંગરે તેમજ તેમની સાથે વૈજ્ઞાનિક હિમેશ પંડ્યા અને એન. વીરાબાબુ દ્વારા જાન્યુઆરી-૨૦૨૨ હાથ ધરવામાં આવી હતી.

વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સર્વેની કામગીરી બાદ  મોરબી જિલ્લાના મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં જુદી જુદી પધ્ધતિ મુજબ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણના વિગતવાર રિપોર્ટ વૈજ્ઞાનિકો દ્વારા મોરબી કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) અંગે વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટની વેબ-સાઈટ પર સંપૂર્ણ ભૂગર્ભ જળ અંગેની જુદી-જુદી માહિતી તેમજ સર્વેક્ષણની માહિતી ઉપલબ્ધ છે. આ માહિતી ઉપયોગી બની રહે તેમજ કોઈપણ નાગરિક આ માહિતીનો લાભ લઈ શકે તે માટે વેબ-સાઈટની માહિતી QR કોર્ડ મારફત મળે તે રીતે તૈયાર કરવામાં આવી છે.






Latest News