મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી


SHARE







મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ઝૂંપડામાં રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ભાણવડના રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે ઝૂંપડામાં રહેતા વિજયભાઈ ભીમાભાઇ ચૌહાણ (19) કોઈપણ કારણોસર ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ મેરૂભાઈ ભીમાભાઇ ચૌહાણ (30) રહે. હાલ લીલાપર ચોકડી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.પી.ઝાલા ચલાવી રહ્યા હોય તેની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું સગાઈ થઈ ગયેલ હતી જો કે, તેની ભાવિ પત્ની સાથે કોઈ કારણોસર મનમેળ ન હોવાથી લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું છે.

મૃતક યુવાનની ઓળખ મળી

ટંકારાના જીવાપર અમરાપર ગામની સીમમાં કિશોરભાઈ હળવદિયાની વાડીમાં આવેલ કુવામાં પડી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેની ઓળખ મેળવવા માટે તેને તજવી ચાલી રહી હતી અને મૃતક વ્યક્તિનું નામ પ્રવીણભાઈ ગોવિંદભાઈ દેલવાડીયા (50) રહે. હજામચોરો તાલુકો ધ્રોલ વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.




Latest News