મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાથી તેને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર ઉપર આવેલ બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર ગેમ્સજોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા બબલુભાઈ માનસિંગભાઈ વસુનીયાના પત્ની કર્માબેન વસુનીયા (20)એ લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે પરણીતાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોય મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે




Latest News