મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ: મોરબીમાંથી 150 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ


SHARE







વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ: મોરબીમાંથી 150 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ

વાંકાનેરના સિટી સ્ટેશન રોડ ઉપર અમરસિંહજીના ગ્રાઉન્ડ પાસે રેલવે પાટાની નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,070 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ અમરસિંહજી ગ્રાઉન્ડ રેલવે પાટા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જુમાભાઇ સલેમાનભાઈ રફાઈ (23), અશરફભાઈ કરીમભાઈ રફાઈ (28), કાસમભાઈ સલીમભાઈ બસેર (24), અકબરભાઈ મુસાભાઇ માજોઠી (25) અને જુનેદભાઈ ગફારભાઈ માંડવીયા (27) રહે. બધા વાંકાનેર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,070 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

150 લિટર દેશી દારૂ

મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની સામેના ભાગમાં રહેતી મહિલાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતણો દારૂ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (38) રહે. વૈભવ હોટલની સામે લધીરપુર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી કિશોરભાઈ કોળી રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News