મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી–૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







ટંકારાના ડેમી૧ ડેમના તૂટી ગયેલ ગેઈટ રીપેર કરવા અને સૌની યોજના સાથે જોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ડેમી૧ ડેમના ગેઈટ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવે અથવાતો ત્યાં સિમેન્ટ કોંકરેટની દીવાલ કરીને પાણીનો સ્ટોરેજ વધે તેવું કામ કરવાની માંગ કરેલ છે તેમજ ડેમી-૧ ડેમને સૌની યોજના સાથે જોડવામાં આવે અને તેમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરીએ મુખ્ય મંત્રીને રજૂઆત કરેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમી૧ સિંચાઈ યોજનાનો ડેમ આવેલ છે. આ ડેમ ઉપર નાખવામાં આવેલ ગેઇટ છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલ છે. આ ગેઇટ હજુ સુધી રીપેર કરવામાં આવેલ નથી. જેથી કરીને ગેઇટની હયાતી હોય તો ડેમમાં પાણીનો સ્ટોરેજ વધારે થઇ શકે છે અને તેનો લાભ કમાંડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ પાણી માટે મળે છે જેથી તૂટી ગયેલ ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર રજુઆતો કરવામાં આવેલ છે તો પણ હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં આવ્યું નથી. જેથી કરીને આગામી ચોમાસા પહેલા ગેઇટની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટથી દીવાલ બનાવીને ડેમને તેટલો ઉચો બનાવવામાં આવે અથવા તો તૂટે નહીં તેવા સારા ગેઇટ નાખવામાં આવે તેવી તેવી રજૂઆત કરેલ છે. આ ઉપરંત જેમ ડેમી-૨ ને નર્મદાની સૌની યોજનાની પાઈપ લાઈનથી ભરવાની જોગવાઈ કરેલ છે તેમજ ડેમી-૧ ને પણ સૌની યોજના સાથે જોડવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો તેઓની રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News