મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે આવેલ આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE







મોરબીના ખરેડા ગામે આવેલ આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં રસ રુચી વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવે છે. દરમ્યાન શ્રી આર.બી.પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ, ખરેડા ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબી દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાએ જણાવ્યુ હતું કે, G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી તરફથી આ વર્ષના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવેલ છે જેમાં મુખ્ય વિષય "STEM FOR VIKSIT AND ATMANIRBHAR BHARAT" હતો. જે અનુસંધાને ગત ગુરુવારના રોજ આર.બી. પટેલ-એલ.જી. મહેતા હાઇસ્કૂલ-ખરેડા ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 26 કૃતિમાં કુલ 52  વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં 2 નિવૃત શિક્ષક બી.એમ.ફુલતરિયા અને એમ.એચ.વડાવિયા નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી. આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે 280 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખરેડા ગામના અગ્રણીઓ અને સ્કૂલના ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ એમ. કુંડારિયા તથા તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસવીએસ કન્વીનર સંજીવભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News