મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો


SHARE







તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો

ટંકારાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં લુંટનો બનાવ બનેલ હતો. જેમાં દાગીના અને રોકડ લુટારુ લઈ ગયેલ હતા જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટંકારા પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ પૈકીના સોના અને ચાંદીની વસ્તુ તેમજ રોકડા રૂપીયા કબ્જે કરેલ હતા જેને આશ્રમના મહંતને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપીની હાજરીમાં પરત આપવામાં આવેલ છે.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં ગત તા. 30/7/25 ના રોજ મિતાણા ગામ ખોડીયાર મંદીર આશ્રમમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની મહંત રામચરણદાસ માતાજી નારણદાસજીઅજાણ્યા ચાર લુંટારૂ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોડીયાર મંદીર આશ્રમમાં તાડા તોડીને અજાણ્યા ચાર લુંટારૂ આવ્યા હતા અને ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવીને સોંનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ 87 હજારની મતાની લુંટ કરી હતી. અને આરોપી નાશી ગયા હતા અને આ ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં 20 હાજર રોકડા, સોનાની કડી (મુંદરી) 1 જોડ જેની કિંમત 35 હજાર તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ જેની કિંમત 200 આમ કુલ મળીને 55,200 નો મુદામાલ ફરીયાદીને ટંકારા પોલીસ સ્ટેશને બોલાવીને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપી એસ.એચ.સારડાના હસ્તે તમામ મુદામાલ પરત આપવામાં આવ્યો હતો ત્યારે ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.




Latest News