મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કોંગ્રેસમાં ગાબડું: હળવદ કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાન ભાજપમાં જોડાયા


SHARE







કોંગ્રેસમાં ગાબડું: હળવદ કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાન ભાજપમાં જોડાયા

હળવદ તાલુકાનાં કોંગ્રેસના દિગ્ગજ ક્ષત્રિય આગેવાનકોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. અને હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જટુભા ઝાલાએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યો છે.

હળવદ તાલુકાના ખોડ ગામના વતની અને બે ટર્મ તાલુકા પંચાયતના સભ્ય, હળવદ પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત, હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 25 વર્ષ સુધી ખોડ ગ્રામ પંચાયતમાં સરપંચ જેમાં 2 ટર્મ બિનહરીફ સરપંચ તરીકે પોતાની અવિરત સેવા આપીને રણકાંઠા અને છેવાડાના લોકોની વચ્ચે રહી સતત લોકોના નાના મોટા કામ કરતા સાચા અર્થમાં લોક સેવક જટુભા ઝાલાએ પોતાના વિસ્તારમાં વધુ સારી રીતે વિકાસના કાર્યો અને લોકોના કામ કરી શકાય તે માટે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ સાથે જોડાઈને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, રણછોડભાઈ દલવાડી, પરસોતમભાઈ સાબરિયા, રજનીભાઈ સંઘાણી, રતભાઈ દલવાડી સહિત ભાજપના અગ્રણીઓના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.




Latest News