મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કોયબા નજીક ઈલેક્ટ્રીક ટાવરનું કામ કરતાં સમયે ડુટી (નાભી)થી નીચેના ભાગમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







હળવદના કોબા નજીક ઈલેક્ટ્રીક ટાવરનું કામ કરતાં સમયે ડુટી (નાભી)થી નીચેના ભાગમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

હળવદના કોબા રોડ ઉપર ખાનગી કંપનીના ઈલેક્ટ્રીક ટાવર પોલ મંડાવતા ડેરીક પોલનો પાછળથી ધક્કો લાગતા યુવાનને ડુટી (નાભી)થી નીચેના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે હળવદ ત્યાંથી મોરબી અને ત્યારબાદ વધુ સરકાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ વેસ્ટ બંગાળના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કોબા ગામની સીમ વિસ્તારમાં રહેતા તીનકરી મનીભાઈ બાસક (33) નામનો યુવાન ગત તા. 26/10 ના સવારે 8:30 વાગ્યાના અરસામાં કોબા ગામની સીમ વિસ્તારમાં ટાટા કંપનીના ઇલેક્ટ્રીક ટાવર પોલ મંડાવતા ડેરીક પોલનો પાછળથી ધક્કો લાગતા સળીયો ડુટી (નાભી)ના ભાગથી નીચેના ભાગમાં વાગ્યો હતો જેથી કરીને ગંભીર ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાંથી મોરબી અને વધુ સારવાર માટે યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ ભરતભાઈ મનીભાઈ બાસક (28) રહે. ધરસાલા તાતીપરા પો.સ્ટ. પુલબરીયા ઇનગ્લીસ બજાર વેસ્ટ બંગાળ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News