ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં ખેડૂતોને તાત્કાલિક નુકશાની સહાય ચૂકવવા-પાક વીમા યોજનાને ફરીથી ચાલુ કરવા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની માંગ


SHARE











ટંકારા તાલુકાનાં ખેડૂતોને તાત્કાલિક નુકશાની સહાય ચૂકવવા-પાક વીમા યોજનાને ફરીથી ચાલુ કરવા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની માંગ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓને તાત્કાલિક સરકારી સહાય ચૂકવવામાં આવે તેમજ ગુજરાતમાં બંધ કરવામાં આવેલ પાક વીમા યોજનાને ફરીથી ચાલુ કરવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે.

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને ખાસ કરીને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ મોરબી જિલ્લોના પાંચે પાંચ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે અને ટંકારા તાલુકામાં ખેડૂતો કપાસ, મગફળી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હોવાથી આજે કોંગ્રેસની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભૂપતભાઇ ગોધાણી, મહેશભાઇ રાજકોટિયાં અશોકભાઇ, સંઘાણી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને મોટી સંખ્યામાં ટંકારા તાલુકાનાં ખેડૂતો હાજર રહ્યા હતા.

ટંકારા તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં કપાસ અને મગફળી સહિતના જે પાકોનું ચોમાસુ પાક લેવા માટે થઈને ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું તે પાક તૈયાર થઈ ગયો હતો તેવા સમયે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી સર્વે કરવાના બદલે કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તાત્કાલિક નુકસાની સામે સરકારી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાના રામદેવસિંહ ઝાલા અને રાજેશભાઈ પટેલ સહિતના ખેડૂતોએ જણાવ્યુ હતું કે, છેલ્લા વર્ષોમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાના કારણે ખેડૂતોને બહુ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે તેવામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ફરી નુકશાની થયેલ છે. જેથી કરીને હવે ખેડૂતો પોતાના ખેતરની અંદર શિયાળુ પાક માટે વાવેતર કરી શકે તેવી પણ તેઓની આર્થિક સ્થિતિ નથી જેથી સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય કરીને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે અને જે રીતે અગાઉ યુપીએ સરકારે ખેડૂતોના કરોડો રૂપિયાના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાત સરકાર ચાલુ વર્ષે કમોસમી વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ લીધેલ લોન અને ધિરાણના દેવા માફ કરે તેવી માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ખેડૂત હિંમતભાઈ પટેલ અને અશ્વિનભાઈ ડાંગરે જણાવ્યુ હતું કે, અગાઉ ગુજરાતમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો તેઓને પાક વીમો લીધેલો હોય તો પાક વીમો મળતો હતો જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકતા હતા જોકે, હવે સર્વેના નાટકો કરવામાં આવે છે અને પછી પાસેરામાં પૂણી જેટલું વળતર ચૂકવવામાં આવે છે તેના બદલે અગાઉની જેમ જ ગુજરાતમાં ફરી પાછી પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી પણ માંગણી આજે કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે આટલું નહીં પરંતુ મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે રહે છે અને ટેકાના ભાવે ખરીદીના જે માપદંડો છે તેમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે અને ખેડૂતોને જ્યારે શિયાળુ પાક માટે વાવણી કરવાની હોય ત્યારે તેઓને બિયારણ, ખાતર વગેરે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News