મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે 110 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.14 લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેરની ઢુવા ચોકડી પાસે 110 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.14 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર ઢુવા ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ નજીકથી સેન્ટ્રો ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 110 બોટલ દારૂ તેમજ કાર સહિત કુલ મળીને 3. 14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં બે શખ્સોની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે ઓવરબ્રિજ નજીકથી સેન્ટ્રો ગાડી નંબર જીજે 3 ઇએલ 1875 પસાર થઈ રહી હતી જે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 110 બોટલ મળી આવી હતી જેથી કરીને 1.54 લાખ રૂપિયાની કિંમતનો દારૂ તથા સેન્ટ્રો ગાડી સહિત કુલ મળીને 3.14 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી વિપુલભાઈ પ્રવીણભાઈ ચાવડા રહે. અરુણોદય નગર બ્લોક નંબર 79 મોરબી તથા ગજાનંદભાઈ ભરતભાઈ મહતો રહે. મૂળ બિહાર હાલ રહે. આઇટેલ સીરામીક પાવડીયારી કેનાલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી દારૂનો જથ્થો મોકલાવનાર તરીકે વિનાભાઈ રહે વીંછીયા વાળાનું નામ સામે આવ્યું છે જેથી ત્રણ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વિનાભાઈને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ કામગીરી વાંકાનેર તાલુકા પીઆઇ બી.વી. પટેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News