મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં પડકાયેલ મહિલા સહિત બે આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં પડકાયેલ મહિલા સહિત બે આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા કારખાનેદાર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તેની સ્યૂસાઇટ નોટ લખી હતી જેના આધારે પોલીસે એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જે ગુનામાં પકડાયેલ એક મહિલા સહિત બે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજા (42)  થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સાળાના ચાર ભાગીદાર અમીતભાઈ વશરામભાઇ ચારોલાભાવેશભાઇ બાબુભાઇ વીડજાબીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજામનોજભાઇ હરખાભાઇ સાણંદીયા તથા અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાએ ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું જો કે, તેણે લખેલ સુસાઇટ નોટ લખી હતી જેમાં તેના ચાર ભાગીદાર તેમજ મહિલા સહિત કુલ 6 લોકોનો નામ જોગ ઉલ્લેખ હતો. જેમાં તેણે લખ્યું હતું કે તેના ચાર ભાગીદાર પાસેથી 4.30 કરોડ રૂપિયા લેવાના હતા જે આપતા ન હતા અને ધમકી આપતા હતા તેમજ અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો. જે ગુનામાં એ ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે આરોપી અર્ચીતભાઇ નિતિનભાઈ મહેતા (43) રહે. સેકટર-1 ગાંધીનગર અને મનીષાબેન કિરણભાઈ ગોહિલ (35) રહે. આર્યવિલા એપાર્ટમેંટ આનંદ પાર્ટી પ્લોટ પાસે રાણીપ અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે તેણે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




Latest News