મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ
SHARE









મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ
મોરબીના રવાપર રોડ પાસે નરસંગ ટેકરી મંદિરની પાછળથી અવની ચોકડી જતા રસ્તામે હીરાસરી માર્ગ તરીકે ઓળખવામાં આવે છે.આ રોડ ઉપર જ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જંયતિભાઇ રાજકોટીયાની ઓફીસ આવેલી છે તેની સામેના ભાગે આવેલ માર્કેટીંગ યાર્ડમાંથી આવતી દુર્ગંધ દુર કરવા તેમજ આ માર્ગ ઉપર જામી ગયેલ ગેરકાયદેસર ઝુંપડા સહીતના દબાણઓ હટાવવા સ્થાનીકોએ કલેકટર સમક્ષ લેખીતમાં માંગ કરેલ છે.
આ હિરાસરીના માર્ગ ઉપર સુભાષનગર, લક્ષ્મીનગર સોસાયટી, વિજયનગર, રામેશ્વર સોસાયટી, દર્પણ સોસાયટી, રામ વિજય, અમીન પાર્ક, શકિત સોસાયટી, તેમજ નરસંગ ટેકરી સુધીની દરેક સોસાયટીના રહીશોએ મહા પાલીકાના કમીશ્નરને લેખીતમાં રજૂઆત કરેલ છે કે, આ તમામ સોસાયટીના નજીક આવેલ માર્કેટીંગ યાર્ડમાંથી ત્યાં હોલસેલ ભરાતી શાક માર્કેટના સડી ગયેલ વસ્તુઓની અતિસય વાસ આવે છે.જેના કારણે તેની આજુબાજુ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા રહીશોને ખુબ જ મુશ્કેલી પડે છે.તથા હિરાસરીના માર્ગે આવેલ સર્વે નંબર ૯૯૭ માં બીનખેતી થયેલ જગ્યાના સાર્વજનીક પ્લોટ જે નગરપાલીકાને સોંપી દીધેલ છે.તેમા અમુક લોકો દ્રારા તે સાર્વજનીક પ્લોટ ઉપર કબ્જો કરવામાં આવેલ છે.સોસાયટીઓ દ્વારા સરકારને સોંપી દીધેલ પ્લોટમાં વેલજી છગનભાઈ ડાભી, મનજી છગનભાઈ ડાભી, ૨મેશ છગનભાઈ ડાભી, પ્રેમજીભાઈ છગનભાઈ ડાભી અને ખીમજી છગનભાઈ ડાભી તથા તેમના વારસદારો દ્વારા સાર્વજનીક પ્લોટમાં છાપરા બનાવી ભાડે આપેલ છે.તેમાં રહેતા મજુરો ત્યાં ખુબ જ ગંદકી કરે છે.તેઓ ખુલ્લામાં ઝાજરૂ, પેસાબ કરે છે.જેના કારણે ખુબ જ ગંદકી થાય છે.
તેમજ તેઓ દ્વારા દેશી દારૂ બનાવીને વેચાણ પણ કરે છે.આ રીતે ખુબ જ ગદકી કરે છે. સાર્વજનીકમાં વેલજીભાઈ છગનભાઈ ડાભીએ કુવો બનાવેલ છે.તેમા ટ્રેકટરથી ભાડે પાણીનુ વેચાણ કરે છે અને પાણી ઢોળીને પાણીનો વ્યય કરે છે.આ પાણીના ટ્રેકટરના ફેરા કરતા ડ્રાઈવર ખુબ જ ઝડપથી અનિયમીત ટ્રેકટર ચલાવે છે.જેના કારણે અકસ્માતનો ખુબ જ ભય રહે છે.તથા ઉપરોકત આસામીઓએ રસ્તા ઉપર ઉકરડો કરેલ છે.જેના કારણે ગંદકી થવાથી મચ્છરનો ખુબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ થાય છે.તેમજ બાવડની કાંટમાં થઇને તેમા ચોર પણ આવે છે. જેના કારણે સોસાયટીમાં ચોરી થવાનો ભય રહે છે તેમજ ઘણી વખત આ રીતે સોસાયટીના અનેક ઘરોમાં ચોરી પણ થયેલ છે.આ ઉપરોકત જણાવેલ રસ્તા ઉપર ઉપરોકત આસામી વેલજીભાઈ છગનભાઈ ડાભી વિગેરેએ બિનઅધિકૃત દુકાનો ગેરકાયદેસર બનાવેલ છે.તેમજ તેમને મકાનો પણ બિન અધિકૃત ગેરકાયદેસર બનાવેલ છે.જેમા પાણીના કનેકશન પણ ગેરકાયદેસર ખોટા દીધા છે.જેઓ તેનો વેરો પણ ભરતા નથી.તેમજ પાણીની લાઈનમાંથી મોટા કનેકશન લઈ પાણીનો ખુબ જ બગાડ કરે છે.તેઓ મોટર સર્વિસ સ્ટેશન બિનઅધિકૃત બનાવેલ છે. તેમજ તેઓના દ્વારા બનાવેલ ગેરકાયદેસર ઝુંપડાઓથી ખુબ જ ગંદકી ફેલાય છે.આ આસામીઓને ત્યાંના લોકો દ્વારા તેમના દ્વારા થતી ગંદકી અને સાર્વજનીક પ્લોટમાં બનાવેલા ગેરકાયદેસર ઝુંપડા હટાવવાનુ કહેતા તેઓ અપશબ્દો બોલે છે અને મારવા દોડે છે.અને કાયદો હાથમાં લે છે. તથા તેઓને કઈપણ જાણ ન હોય એમ અભણ હોવાનો ડોળ કરે છે.આ રોડનું ડીમોલેશન કરવા, માર્કેટીંગ યાર્ડમાંથી આવતી દુર્ગંધ દુર કરવા તથા ઉપરોકત પ્રવૃતિઓ તાત્કાલીક બંધ કરાવવા ત્યાંની તમામ સોસાયટીના રહીશોએ કલેકટરને અરજ કરેલ છે.

