મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી જેથી તે વિસ્તારના લોકો રવાપર રોડ ઉપર આવી ગયા હતા અને રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. ત્યાર બાદ મહાપાલિકાના અધિકારીએ ત્યાં આવી આવીને પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા માટેની ખાતરી આપી હતી જેથી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ હતો.

છેલ્લા દિવસોથી મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર સુવિધા ન મળતી હોય તો લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવે ત્યાર બાદ તંત્ર દોડતું થાય તેવું જોવા મળે છે ત્યારે મોરબીના રવાપર  રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો છે જેના ઉકેલ માટે થઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ ત્યાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો ઉકેલ્યા ન હતા જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને બુધવારે સાંજે 5:30 થી 6:00 વાગ્યાના અરસામાં વિસ્તારના લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ત્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને તે લોકોની ઉભરાતી ગટર સહિતની જે કોઈ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક મહાપાલિકાના કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને લોકોના ઉભરાતી ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવી હતી જેથી રોડ ઉપરથી લોકોએ ચક્કાજામને હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો.






Latest News