મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ મોરબીમાં રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશ્નર  મોરબીના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર-જીલ્લામાં શ્રાવણ માહિનામાં નોનવેજનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા સર્વે હિન્દુ સંગઠનોની માંગ હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE

















મોરબીની શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિનો સેમિનાર યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તાજેતરમાં સાયબર ક્રાઈમ જાગૃતિ માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસ વિભાગના અધિકારીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી.

ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના સાયબર સેલ અધિકારીઓ અમિતભાઈ સી. બાખરીયામનોજભાઈ ટી. લકમ, આકૃતીબેન સી. પીઠવા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેમ કે OTP ફ્રોડ, ફિશિંગ, UPI ઠગાઈ, લોટરી સ્કેમ, નકલી લોન/જોબ ઓફર, સોશ્યલમીડિયા છેતરપિંડી વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આવી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને ઓનલાઇન વ્યવહાર દરમ્યાન સુરક્ષિત રહેવા માટેની વિવિધ રીતો સમજાવવામાં આવી હતી આ ઉપરાંત ઘણા મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતાઅને સાયબર ગુનાની ઘટનાઓ માટે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો, mass media એપ્લીકેશનમાં ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવું જોઈએ તેવી પણ ટકોર કરી હતી. અને કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી રાખવામા આવી હતી જેમાં હાજર વિદ્યાર્થીઓએ અધિકારીઓને સાયબર સુરક્ષા અંગેના વિવિધ પ્રશ્નો પુછ્યા હતા જેનો અધિકારીઓએ યોગ્ય જવાબ આપ્યો હતો.






Latest News