મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

બટેકાની આડમાં બિયરની હેરાફેરી !: હળવદના નવા દેવળીયા પાસેથી 8298 બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: 28.37 લાખનો મુદામાલ કબ્જે


SHARE







બટેકાની આડમાં બિયરની હેરાફેરી !: હળવદના નવા દેવળીયા પાસેથી 8298 બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: 28.37 લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લાના હળવદ માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટ્રકને ટેન્કરમાં દારૂનો જથ્થો હોવાની એસએમસીની ટીમને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસએમસીની ટીમ દ્વારા તે ટ્રકને નવા દેવળીયા ગામના પાટીયા પાસે રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રકને ચેક કરવામાં આવતા તેમાંથી 8298 બિયરના ટીન મળી આવતા 18.25 લાખનો બિયરનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ 28,37,460 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ બિયરનો સપ્લાયર સહિત કુલ મળીને પાંચ શખ્સોને વોન્ટેડ બતાવીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળા દરમિયાન એસએમસીની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ સફળ રેડ કરવામાં આવી છે તેવી જ રીતે વધુ એક સફળ રેડ મોરબી જિલ્લામાં એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ કચ્છ હાઇવે રોડ મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાંથી પસાર થાય છે તે રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટ્રકને એસએમસી ની ટીમ દ્વારા હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના પાટીયા પાસે રોકવામાં આવ્યો હતો અને ટ્રક નંબર જીજે 15 ઝેડ 1903 ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે ટ્રકમાંથી બિયરના 8298 ટિન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 18,25,560 ની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બટેકાની બોરીની આડામાં બિયરનો જથ્થો ગુજરાતમાં લઈ આવ્યા હતા અને અખાદ્ય બટેટા ભરેલા 35 કોથળા જેની કિંમત 10,000 રૂપિયા, એક મોબાઈલ ફોન તથા ટ્રક નંબર જીજે 16 ઝેડ 1903 જેની કિંમત 10 લાખ રૂપિયા અને રોકડા 1900 આમ કુલ મળીને 28,37,460 ની કિંમતનો મુદાબાલ કબજે કરવામાં આવ્યો હતો અને ખોટી બિલ્ટી તથા વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાવીને આ બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એસએમસીના અધિકારી દ્વારા સ્થળ ઉપરથી આરોપી મુકેશ પુનામારામ જાંબુ (28) રહે. રાજીવનગર પુર તાલુકો રાણીવાડા જીલ્લો જાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી.

હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશકુમાર ઉપરાંત બિયરનો જથ્થો મોકલાવનાર ડી.એસ. જસોલ તેમજ તેના બે માણસો, ખોટી નંબર પ્લેટ વાળા ટ્રકના માલિક, ટ્રકમાં લગાવવામાં આવેલ ફાસ્ટે ટેગનું એકાઉન્ટ ધારક તેમજ બિયરનો જથ્થો મંગાવનાર અને તપાસમાં જે ખુલે તેઓની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં પકડાયેલ આરોપી મુકેશ પુનામારામ જાંબુ સામે અગાઉ ટંકારા અને લોધિકા પોલીસ સ્ટેશનમાં આવા જ ગુના નોંધાયેલ છે.






Latest News