મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલાના બનાવમાં હવે સામસામે ફરિયાદ


SHARE













મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલાના બનાવમાં હવે સામસામે ફરિયાદ 

મોરબીના ગૌરક્ષકોને બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે તેનો પીછો કરી રહ્યા હતા અને તે ગાડી મોરબીના ખાટકીવાસમાં પહોંચી હતી જેથી ત્યાં જઈને બે ગૌરક્ષકો દ્વારા તે ગાડીને ચેક કરવાનું કહેવામા આવ્યું હતું જેથી તે બંને ઘેરી લઈને મારતા હતા જેથી કરીને આ અંગેનો મેસેજ ગૌરક્ષકોના ગ્રુપમાં મુકવામાં આવતા અન્ય ગૌરક્ષકો ત્યાં આવ્યા હતા ત્યારે મામલો બીચક્યો હતો. અને મારામારી કરવામાં આવી હતી જેમાં ચાર જેટલા ગૌરક્ષકોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

કચ્છ જિલ્લામાંથી ગૌવંશોને મોરબીના કતલખાને લઈને આવે છે તેવી બાતમી મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી મોરબીના નવલખી રોડ ઉપરથી બોલેરો ગાડીનો પીછો કર્યો હતો અને તે ગાડીને વીસી ફાટક નજીક રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો જો કે, ગાડીના ચાલકે ગાડીને રોકી ન હતી અને ગાડીને ખાટકીવાસમાં લઈ ગયો હતો ત્યાર ગૌરક્ષકો તેની પાછળ ગયા હતા અને ગાડીને ચેક કરવાનું કહ્યું હતું ત્યારે તેના ઉપર હુમલો કર્યો હતો જેથી આ અંગેનો મેસેજ ગૌરક્ષકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં મૂકવામાં આવતા દિનેશભાઈ લોરીયા, કૌશિકભાઈ નિમાવત વિગેરે ગૌરક્ષકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારે મામલો બીચક્યો હતો અને ત્યાં હાજર રહેલા ટોળાએ ગૌરક્ષકો ઉપર હુમલો કરીને લાકડી, પાઇપ, ધોકા અને તિક્ષણ હથિયાર વડે ગૌરક્ષકોને નાના મોટી ઈજાઓ કરી હતી એથી ઇજા પામેલા કૌશિકભાઈ જગદીશભાઈ નિમાવત (34) રહે. નાની વાવડી, સાગર કાંતિભાઈ પલાણ (32) રહે. નવલખી રોડ જલારામ પાર્ક મોરબી તેમજ મહેબુબભાઇ અને દિનેશભાઈ લોરીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

આ બનાવ સંદર્ભે મોરબીના નાનીવાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત (34)એ હાલમાં ઝાકીર હુસેન, ઈસુ મુસા કટારીયા, શબ્બીર અબ્બાસ, હુરબાઈબેન અલીભાઈ, ફાતમાબેન દાઉદભાઈ તથા જીજે 12 બીઝેડ 8346 ના ચાલક અને અન્ય 15 થી 20 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મિત્ર સાગર પલાણને હકીકત મળી હતી કે બોલેરો ગાડીમાં પશુ લઈ આવેલ છે જેથી તે બોલેરો ગાડીની પાછળ ખાટકીવાસમાં ગયા હતા ત્યારે તેને માર માર્યો હતો જેથી તેમણે વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ મુકતા ફરિયાદી તથા તેનો મિત્ર રવિ જીતેન્દ્રભાઈ અને દિનેશભાઈ રામજીભાઈ ત્યાં પહોંચ્યા હતા ત્યારે લાકડાના ધોકા વડે તેઓને મારમાર્યો હતો અને ટોળામાં રહેલ મહિલાઓ સહિતનાઓએ ઢીકાપાટુ અને ધોકા વડે મારમારતા ઇજા પામેલા ચાર વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામા પક્ષેથી સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (28) વાળાએ મહેબુબ સુલેમાન સુમરા રહે. રણછોડનગર મોરબી, સાગર કાંતિલાલ પલાણ રહે. જલારામ પાર્ક મોરબી, રવિ હિતેન્દ્રભાઈ પલાણ રહે, નાની વાવડી, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત રહે. નાની વાવડી અને દિનેશભાઈ રામજીભાઈ લોરીયા રહે. મહેન્દ્રનગર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે  કે, તેઓને ઘેટા બકરા દેવા માટે આવેલ બોલેરો ગાડીનો પીછો કરીને મહેબુબ સુલેમાન તથા સાગર પલાણ ત્યાં આવ્યા હતા અને બોલેરો ગાડીમાં ગૌમાસ ભરેલ હોવાની શંકા રાખી ફરિયાદી તથા સાહેદો સાથે વાતચીત કરી હતી તેવામાં બાકીના ત્રણ આરોપીઓ ત્યાં આવ્યા હતા અને વાતચીત કરતા હતા ત્યારે અન્ય લોકો ભેગા થઈ જતા વાતાવરણ ઉગ્ર બની જતા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી હતી અને ફરિયાદી તથા સાહેદોને સામાન્ય ઇજા કરી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News