મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ઓટો રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર, ત્રણ વ્યક્તિને ઇજા: રવાપર રોડેથી બાઈકની ચોરી


SHARE











મોરબીના નવલખી રોડે ઓટો રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર, ત્રણ વ્યક્તિને ઇજા: રવાપર રોડેથી બાઈકની ચોરી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામના પાટીયાથી આગળના ભાગમાં ઓટો રીક્ષાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી રીક્ષા ચાલક અને તેમાં બેઠેલ મુસાફરને શરીરે ઇજાઓ થઈ હોવાના કારણે તેમને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર શેરી નં-3 માં રહેતા ભાનુભાઈ સુખાભાઈ રાઠોડ (60) નામના વૃદ્ધે કાર નંબર જીજે 36 એસી 9660 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વનાળિયા ગામના પાટિયાથી આગળના ભાગમાં જેપુર તરફ જવાના રસ્તા ઉપર તેઓ પોતાની ઓટો રીક્ષા નંબર જીજે 3 ડબલ્યુ 1231 લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓની રીક્ષાને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને મુંઢ ઇજાઓ થઈ હતી તથા રિક્ષામાં બેઠેલ અજયકુમાર શિવપ્રભુરામ રાય નામના મુસાફરને માથા અને પગમાં ઇજા થયેલ હતી અને અન્ય લોકોને પણ ઇજા થયેલ હતી જહતી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને બાદમાં ભોગ બનેલ રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને સિરામિક કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા શૈલેષભાઈ નવનીતભાઈ રાવલ (46) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ એચડીએફસી બેન્કના ચોક પાસે તે પોતાનું બાઈક નંબર જીજે 3 એચજે 2025 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કલેક્ટરના જાહેરનામાનો ભંગ

મોરબીમાં મહેન્દ્રનગર રોડ ઉપર રામધન આશ્રમની સામેના ભાગમાં આવેલ સુપર માર્કેટ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ મૂન સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાના ભંગ સબબ સ્પાના સંચાલક પુર્ણેન્દુ તરૂણભાઈ અધીકારી (30) રહે. લાભનગર-1 વેજીટેબલ રોડ મોરબી મૂળ રહે. પશ્ચિમ બંગાળ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News