મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ જીવન ટુકાવ્યું


SHARE









મોરબી નજીક ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળાથી આગળના ભાગમાં ગુરુકૃપા ટાઇલ્સ કટીંગ નામના કારખાનામાં રહેતા મૂળ ઓરિસાના રહેવાસી રશ્મિકાબેન બલરામભાઈ ગીરી (25) નામની મહિલાએ લેબર ક્વાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો હતો અને તેને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળ્યું છે જોકે મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એચ. ભટ્ટ ચલાવી રહ્યા છે.

હાર્ટ એટેકથી મોત

મોરબીના માણેકવાડા ગામે રહેતા વાઘજીભાઈ કલાભાઈ ચાવડા (58) નામના વૃદ્ધને ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થતો હતો અને હાર્ટ એટેક આવતા તે બેભાન થઈ ગયા હતા જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News