મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE













મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબીના નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડી નજીક આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતાં એમપીના પરિવારની સગીરવયની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનેલ સગીરા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ કરનાર ઈસમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળીયા ચોકડી નજીક આવેલ એક કારખાનામાં સાથે મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એવા મજુર પરિવારની સગરવયની દીકરીની ઉપર ગત તા.૧૫-૧૨-૨૪ થી ૨૨-૧૨-૨૪ દરમિયાન રાત્રિના ૧૦ થી ૧૨ દરમિયાન દુષ્કર્મ આચરવામાં આવેલ હતું.બાદમાં ભોગ બનેલ પરિવાર મધ્યપ્રદેશ ગયો હતો અને ત્યાં ઉપરોક્ત વાતની પરિવારને જાણ થતા ત્યાં એમપી ખાતે સગીરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરીયાદ તાલુકા પોલીસ મથક ખાતે આવતા હાલમાં સગીરા તરફથી આરોપી તરીકે વિકાસ કિશન દાવર રહે.પીપળીયા ચોકડી નજીક કારખાનામાં તા.મોરબી મૂળ રહે.અલીરાજપુર મધ્યપ્રદેશની સામે ફરિયાદ નોંધાવેલ હોવાથી મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિકાસ દાવરને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે રહેતા હીનાબેન નિતેશભાઈ વરાણીયા નામની ૨૬ વર્ષીય મહિલાને મોરબીના જુના વિશાલદીપ કારખાના પાસે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા હસમુખભાઈ રાજાભાઈ પરમાર નામના ૩૮ વર્ષના યુવાનને રાત્રિના નવેક વાગ્યે કોઇ કારણોસર ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેને પગલે તેમને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

છરી વડે હુમલો

માળીયા મિંયાણા ખાતે રહેતા આબબેન યાસીનભાઈ નામના ૩૨ વર્ષીય મહીલાને ઘરે પતિ દ્વારા છરી મારવામાં આવતા માળીયા મિંયાણા ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે ટંકારાના ભૂતકોટડા ગામે રામજી મંદિર પાસે રહેતા પાર્વતીબેન દામજીભાઈ નમેરા નામના ૯૨ વર્ષીય વૃદ્ધા હરીપર ગામ પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં ઢાળિયામાં બાઈક સ્લીપ થતા પડી ગયા હોય ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સાગર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

માળીયા મીંયાણાના મોટા દહીંસરા ગામના વતની સોમીબેન સવજીભાઈ ડાંગર નામના ૭૫ વર્ષના વૃદ્ધા બાઇક પાછળ બેસીને ગામમાં જતા હતા ત્યાં રસ્તામાં કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થયું હતું.તેથી ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના મયુરનગર ગામના દેવદાનભાઈ સોમાભાઈ ચૌહાણ નામના ૪૦ વર્ષનો યુવાન બાઇક લઈને ઘરેથી ખેતર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજા પામેલ હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News