મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા દારૂના ગુના સંદર્ભે મોરબી એલસીબી ના પીઆઇ પંડ્યા તથા સ્ટાફ દ્વારા બુટલેગર વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને હુકમ આધારે એલસીબી ના સ્ટાફ દ્વારા બુટલેગર રામરામ મેઘારામ તરડ જાટ (૨૪) રહે.ડુંગરી ગામ તા.સાંચોર જી.જાલોર રાજસ્થાનને પકડી પાડવામાં આવ્યો હતો. અને તેને હાલ ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

બાળક-મહિલા સારવારમાં

મોરબી નજીકના વાવડી ગામે રહેતા પરિવારનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે ગામ નજીક બાઇકમાંથી નીચે પડી જતા નમન મિલનભાઈ કાંજીયા નામના ૧૩ વર્ષના બાળકને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ભાવિનાબા મિહિરસિંહ જાડેજા (ઉમર ૪૨) રહે.કાયાજી પ્લોટ શેરી નંબર-૮ શ્લોક એપાર્ટમેન્ટને ઇજા થતા અત્રે ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.તે રીતે જ મોરબી શનાળા રોડ ગંદ્રાની વાડી ખાતે રહેતા ચંદ્રેશ મહેશભાઈ નકુમ નામનો બાર વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેને અત્રે સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના રાજપરથી શનાળા જતા રસ્તે રામાપીરના મંદિર પાસેથી વાહન અકસ્માતમાં ઘવાયેલી હાલતમાં આશરે ચાલીસેક વર્ષના અજાણ્યા યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જેની જાણ થતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે જામનગરના જોડિયા તાલુકામાં આવેલા માણામોરા ગામે રહેતા પરિવારના ક્રીસ ધર્મેન્દ્રભાઈ રાઘવાણી નામનો પાંચ વર્ષનો બાળક ગામના તળાવ પાસે સાયકલ ચલાવતો હતો તે સમયે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા ચકુભાઈ ગોવિંદભાઈ ગોપાણી નામના ૭૫ વર્ષના વૃદ્ધ પુત્ર પાછળ બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક વાહન સ્લીપ થતાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માથક ગામે હરપાલસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા આશિષભાઇ અજયભાઈ દેવીપુજક નામના ૪૫ વર્ષના યુવાનને વાડી નજીક બાઇકમાંથી પડી જતા ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કુંવરજીભાઈ દેવરાજભાઈ સવસાણી નામના ૬૨ વર્ષના આધેડ બાઇકમાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં પડી જતા ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News