મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્રારા ઘર વિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજાયા


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્રારા ઘર વિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજાયા

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું મોરબી મહા પાલીકા દ્રારા અમલીકરણ કરવામાં આવેલ છે.જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં સો ઓરડી. અર્બન હેલ્થ સેન્ટર (બાળ મંદિર), રામદેવ નગર મેઈન રોડ બાળા હનુમાન મંદિર આગળ બગીચામાં, સાંઈબાબા મંદિર રણછોડનગર વીસીપરા, શક્તિમાં મંદિર શનાળા અને દલવાડી સર્કલ પચ્ચીસ વારીયું ખાતે મેળા યોજયા હતા.ઉપરોક્ત મોરબી શહેરી હદ વિસ્તારના ૧૬૨ ઘર વિહોણા પરિવારોએ BLC ઘટકના કેમ્પનો લાભ લીધેલ. BLC ઘટકનો લાભ લેવા માંગતા બાકી રહેતા શહેરીજનો મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરે તેમ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ) એ યાદીમાં જણાવેલ છે




Latest News