મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા દેરાળા ગામે ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ પાંચ વર્ષની બાળકીને શોર્ટ લગતા મોત


SHARE











માળીયા (મી)ના નવા દેરાળા ગામે ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ પાંચ વર્ષની બાળકીને શોર્ટ લગતા મોત

માળીયા (મી)ના નવા દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર પાંચ વર્ષની બાળકી ચડી ગઈ હતી અને તે બાળકીને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બાળકીના પિતામાળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામે કમલેશભાઈના મકાનમાં ભાડેથી રહેતા રમેશભાઈ માંગીતીયાભાઈ ભીલ (35)ની પાંચ વર્ષની દીકરી મીનાબેન રમેશભાઈ ભીલ દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગઈ હતી અને ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બાળકીના પિતાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અર્જુન કેશુભાઈ કુંઢીયા (50) નામના આધેડ બાઇકમાં લીલાપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુલ નજીકટી જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં તેને ઇજા થહોવાથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે મોરબીના નવા સાદુળકા ગામે રહેતા જયાબેન ભુરાભાઈ હળવદિયા (72) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જુના એસટી ડેપો પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેઓને ઈજા થતાં ઇજા પાએમલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.






Latest News