મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

પોરબંદર જિલ્લામાંથી ભાગીને મોરબી આવેલ યુવતીએ અધૂરા મહિને જન્મ આપેલ બાળકનું ટૂંકી સારવારમાં મોત


SHARE







પોરબંદર જિલ્લામાંથી ભાગીને મોરબી આવેલ યુવતીએ અધૂરા મહિને જન્મ આપેલ બાળકનું ટૂંકી સારવારમાં મોત

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન સાથે રહેતી યુવતી પ્રેગનેટ હોય તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં અધૂરા મહીને તેણે બાળકને જન્મ આપ્યો હતો જો કે, ટૂંકી સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાથે રહેતી યુવતી પ્રેગનેટ હોય તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં અધૂરા મહિને તે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે યુવતી પોરબંદર જિલ્લામાંથી ભાગીને યુવાન સાથે મોરબી જિલ્લામાં આવી હતી દરમિયન તેને પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતોજોકે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં ચંદ્રેશનગર પાસે આવેલી યદુનંદન-19 માં રહેતા રમેશચંદ્ર નાગજીભાઈ ભૂત (58) નામના વૃદ્ધ લાતી પ્લોટમાંથી બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તેને ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ (32) નામના યુવાનને રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News