મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષના બાળકનું મોત

મોરબીના શનાળા ગામ પાસે આવેલ તળાવમાં આઠ વર્ષનો બાળક ન્હાવા માટે ગયો હતો ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી 108 મારફતે તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યાર બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા ગોપાલભાઈ કાનાણીનો આઠ વર્ષનો દીકરો અમિત કાનાણી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકને જોઈ તપાસીને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ બનાવની મૃતક બાળકના પિતા ગોપાલભાઈ સવાભાઈ કાનાણી (25) રહે. સનાળા ગામ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતી હેત્વી સંજયભાઈ (15) નામની યુવતી કોઈ કારણોસર દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

વાંકાનેરના વઘાસીયા ગામે રહેતો જાગીર હુસેનભાઈ માથુકિયા (24) નામનો યુવાન ઘરે સૂતો હતો ત્યારે તેના પિતા અને ભાઈએ ઈલેક્ટ્રીક શોર્ટ દેતા તે યુવાનને ઇજા થહોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News