મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલો બદલવાની કોંગ્રેસની માંગ


SHARE







મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલો બદલવાની કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં ઈલેક્ટ્રીકનો થાંભલો જર્જરિત છે જે ગમે ત્યારે લોકો માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે જેથી તેને બદલાવવા માટેની મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રીએ વીજ કંપનીના ઇજનેરને રજૂઆત કરેલ છે. 

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ. એસ. જાડેજાએ પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઇજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં. 9માં આવતા શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એલ-543 ની બાજુમાં  ઈલેક્ટ્રીકનો થાંભલો આવેલ છે જે જર્જરીત અવસ્થામાં છે આ થાંભલો ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે. જેથી કરીને ચોમાસા પહેલા થાંભલો તાત્કાલિક બદલાવવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આવી જ રીતે મોરબીમાં જે કોઈ પણ જગ્યાએ જોખમી થાંભલા આવેલ હોય તે બદલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે.






Latest News