મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ

મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પોતાના ફ્લેટ અને કારના હપ્તા ચડી ગયા હોવાથી તે રકમ ભરવા માટે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાકડા જેવું વ્યાજ ચૂકવામાં આવતું હતું તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતાં જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગમાં આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજભાઇ લોહાણા, દેવ લોહાણા, હિમેશભાઈ ખમીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મહારાજ અને અફ્રીદ શેખ સામે ફરિયાદ નોંધાવે છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ફરિયાદી યુવાનને તેના ફ્લેટ અને વેન્યુ ગાડીના હપ્તા ભરવા માટે થઈને રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયો હતો જેથી તેની પાસેથી કાર અને સ્કૂટર પણ વ્યાજખોરોએ પડાવી લીધા  હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા હતા અને આ ગુનામાં વધુ એક આરોપી હિમેશભાઈ પ્રકાશભાઈ ખમીજા (18) રહે. આનંદનગર પાપજી ફર્ન વર્લ્ડ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ 6 આરોપી પકડાયેલ છે અને હજુ ત્રણ આરોપીને પકડવાના બાકી છે.

અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના રામરાજપરના રહેવાસી જયેશભાઈ બાબુભાઈ પટેલ (28) નામનો યુવાન મોરબીમાં શક્તિ ચોક પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક આડે ગાય આવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News