મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીના વાઘપરા ખાતે આવેલ સતવારા સમાજની વાડીમાં કેમ્પ યોજાયો હતો જેમાં ડો.અરૂણ નિમાવત, ડો.રાધિકા મહેતા, ડો.સુનિલ કાચરોલા તથા સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મોરબી વૈર્ધ સભા પ્રમુખ ડો.બી.કે.લહેરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અંદાજિત 150થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન સતવારા સમાજની વાડી, કુબેરનાથ મંદિર અને પંચમુખી હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 500થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News