મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યયાલયએ વર્ગ-૪ ના કર્મચારીઓને સંસ્થાએ અંબાજીથી ઓમકારેશ્વર સુધીની નિઃશુલ્ક જાત્રા કરાવી


SHARE











મોરબી નવયુગ વિદ્યયાલયએ વર્ગ-૪ ના કર્મચારીઓને સંસ્થાએ અંબાજીથી ઓમકારેશ્વર સુધીની નિઃશુલ્ક જાત્રા કરાવી

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ટોટલ ૩૪૫ કર્મચારી છે જેમાંથી શિક્ષકો, ક્લાર્ક પ્રિન્સિપાલ વગેરે અવારનવાર પ્રવાસે જઈ આવતા હોય જ્યારે વર્ગ ચારના કર્મચારી જેમ કે સ્ટૉર કિપર, રસોડા વિભાગ, સિક્યુરિટી સફાઈ કામદાર, પટાવાળા બહેનો, ડ્રાઇવર ભાઈઓ, વિગેરે કર્મચારીઓને આવા કોઈ ક્ષણિક પ્રવાસમાં લાભ ન મળે બીજું કે આ યાત્રા ખર્ચાળ હોઈ નાના વર્ગના લોકો ને પોસાઈ નહિ  જેથી સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા તરફથી ૪૫ જેટલા વર્ગ-૪ ના કર્મચારીને  નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ હતો જેમાં ઓમકારેશ્વર, ઉજ્જૈન, ચિત્રકૂટ, પ્રયાગરાજ, છપૈયા, અયોધ્યા, કાશી, ગોકુળ-મથુરા વૃંદાવન, અંબાજી પુસ્કર જેવા સ્થળોએ યાત્રા કરાવી હતી.

મોરબી નવયુગ ગ્રૂપના સુપ્રીમો પી.ડી.કાંજીયાનુ માનવું છે કે, કર્મચારીએ આપણા હાથ-પગ છે મારો દરેક કર્મચારી મારાં પરિવારનો સભ્ય છે અને નવયુગ એક વિશાળ પરિવાર છે એના માટે જે કંઈ પણ કરીએ તે કોઈ ઉપકાર નથી. તે મારી ફરજ છે અને રાષ્ટ્ર,ધર્મ અને સમાજ સોસાયટીમાં લાખોનું દાન આપતા હોય ત્યારે સૌ પહેલા તમારા પરિવાર અને કર્મચારી ગણને બધી જરૂરિયાત પૂરી પાડવી જોઈએ આવી જ રીતે નવયુગના પી. ડી.કાંજીયા તરફથી નવયુગના તમામ સ્ટાફને વર્ષમાં એક વાર દિવાળીએ બોનસ, મીઠાઈ, ગિફ્ટ વાર તહેવારે અનાજ કીટ વગેરે સ્ટાફને આપવામાં આવે છે.તમામ કર્મચારીને વર્ષમાં બે થી ત્રણ વાર પ્રેરણાદાયક મુવી બતાવવુ, ચારથી પાંચ વાર ભોજન પિકનિકની પાર્ટી આપવી, વર્ષમાં ચારથી પાંચ વખત યુનિફોર્મ, કપડા, સાડી, અનાજ કીટ, વસ્ત્રો આપવા તે સિવાય તેમના પરિવારની કોઈ પણ મુશ્કેલીમાં જે કાંઈ પણ જરૂરિયાત હોય તે પૂરી કરી સાથે ઉભું રહેવું, કોઈ પણ કર્મચારીને ૫૦ હજારથી ત્રણ લાખ સુધી લોન આપવી આવું તો ઘણું કરવામાં આવે છે.તેમજ મોટા મેગા સેમિનાર જેમાં સ્ટાફને તેમના જીવનના ઉત્કર્ષ માટે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે.દૂર ગામડાના કર્મચારી હોય તો રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક આયોજન કરી આપે છે.






Latest News