મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમના બે દરવાજા બુધવારે બપોરે પાણી છોડવા માટે બે ફુટ સુધી ખોલવામાં આવશે: અધિકારી


SHARE













મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજાઓનું આયુષ્ય પૂર્ણ થયેલું હોવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર દ્વારા મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાનું કામ મંજૂર કરવામાં આવેલ છે તે કામ હાલમાં ચાલી રહ્યું છે જેથી કરીને ડેમમાં રહેલ પાણી ખાલી પણ કરવું પડે તેમ છે જેથી તા. 23 ના રોજ બપોરે ચાર વાગ્યે ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવશે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવશે

સરકાર દ્વારા વર્ષ 2024 માં મચ્છુ- 2 ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા. અને આ વર્ષે બાકીના 33 દરવાજા એકી સાથે બદલાવવામાં આવશે અને હાલમાં જે 33 દરવાજા બદલાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે કામ આગામી તા 1 જૂન એટલે કે ચોમાસાના આગમન પહેલા જ પૂર્ણ કરી દેવા માટે જોરશોરથી કામ ચાલી રહ્યુ છે અને આગામી ચોમાસામાં વરસાદ પડે એટ્લે ફરીથી મચ્છ-2 ડેમમાં પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દેવામાં આવશે.

મચ્છુ-2 ડેમમાં કુલ 3104 એમસીએફટી પાણીનો સંગ્રહ થાય છે અને તા 2/4 રોજ ડેમમાં 939 એમસીએફટી જેટલો જળ જથ્થો ભરાયેલ છે જેમાંથી ડેમના દરવાજા બદલાવવા માટે બે દિવસમાં 390 એમસીએફટી જેટલો જળ જથ્થો  નદીમાં છોડવામાં આવિયો હતો ત્યારબાદ મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં ડેમના પાણીનો ઉપયોગ થયો હોવાથી આજની તારીખના ડેમની અંદર 403 એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે

જો કે, આ ડેમના 36 વર્ષ બાદ દરવાજા બદલાવવા માટેનું કામ સિંચાઇ વિભાગે શરૂ કરેલ છે આ ડેમમાંથી તા 23 ના રોજ બપોરે ચાર વાગ્યે ફરી પાણી છોડવામં આવશે પરંતુ પાણી છોડતા પહેલા મોરબી તાલુકાનાં 20 અને માળીયા તાલુકાનાં 9 આમ કુલ મળીને 29 ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે. અને શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યાએ પીવાના પાણી માટેની કોઈને મુશ્કેલી ન પડે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.






Latest News