વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નગરપાલિકાને રદ કરવાની માંગ સાથે મામલતદારને ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યુ


SHARE











રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો છે જો કે ત્યાં ગ્રામ પંચાયત જેવી પણ સુવિધા લોકોને મળતી નથી જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આજે રેલી યોજીને ટંકારા નગરપાલિકા રદ કરવાની માંગ કરવામાં આવેલ છે

ટંકારાની લતીપર ચોકડી થી મામલતદાર કચેરી સુધીની રેલી યોજાઇ હતી અને હબીબભાઇ અબ્રાણીની આગેવાનીમાં ટંકારાના મામલતદાર પી.એન. ગોરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં આવતા ટંકારા ગામમાં વર્ષોથી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી અને થોડા મહિના પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે જોકે સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવવામાં આવી ત્યારે પહેલા ગ્રામ પંચાયતને કે નગરજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. આટલું જ નહીં પરંતુ મતદારોની સંખ્યા પણ ટંકારા વિસ્તારમાં ઓછી હોવાથી નગરપાલિકાનો દરજ્જો આપી ન શકાય જેથી સરકારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપેલ છે તે રદ કરવામાં આવે અને ટંકારા ગ્રામ પંચાયત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારે નગરપાલિકા બનાવી દીધી પરંતુ ગ્રામ પંચાયત જેવી પણ સુવિધા ટંકારા વિસ્તારમાં મળતી નથી ત્યારે નગરપાલિકાને રદ કરવામાં આવે અને લોકોને સારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News