મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ૧૧ એપ્રિલે,  હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ


SHARE







મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ૧૧ એપ્રિલે,  હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ


મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૧૧-૪-૨૫ ના રોજ સવારના ૧૧ કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.
હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
મોરબી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ ન્યુ હાઉસિંગ બોર્ડની સામે તા.૬-૪ ને રવિવારે સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ થસે. આ વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે તેમજ ઓર્ગેનિક શાકભાજી મળશે. તેવું વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવેલ છે.






Latest News