મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !


SHARE







મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે આવેલ કારખાના પાસે રાજસ્થાની યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બીયાવર જિલ્લાના શેરો કા બાલા વિસ્તારના રહેવાસી સુરેશસિંહ ધીરસિહ રાવત (27) નામના યુવાને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે કેડા કારખાના પાસે પોતાનો ટ્રક ઊભો રાખીને ઝાડ સાથે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની  નારણસિંહ ત્રીલોકસિહ રાવત (33) રહેશેરો કા બાલા જીલ્લો બિયાવર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન ગાંધીધામથી ટ્રક લઈને માલ ભરવા માટે મોરબી આવી રહ્યો હતો જો કે, ટ્રકમાં લગાવવામાં આવેલ જીપીએસ સિસ્ટમ મુજબ ટ્રક બે કલાક મોડો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કરીને ગાંધીધામ ઓફિસેથી મોરબી ઓફિસે જાણ કરવામાં આવી હતી જેથી મોરબી ટ્રકના લોકેશન ઉપર ગયા હતા ત્યારે રોડ સાઈડમાં ટ્રક ઊભો હતો અને ત્યાં ઝાડ સાથે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News