મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે ઓવરબ્રિજ ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં કાકાની નજર સામે ભત્રીજાનું મોત


SHARE















ટંકારાના મીતાણા પાસે ઓવરબ્રિજ ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં કાકાની નજર સામે ભત્રીજાનું મોત

ટંકારા રાજકોટ હાઇવે રોડે મીતાણાના ઓવરબ્રિજ ઉપરથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું ઇજા થયેલ હોવાથી મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટરમાં બેઠેલા મૃતક યુવાનના કાકાને ઇજાઓ થયેલ છે જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા અને તેઓને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જણાવ મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા ગામે પ્રભુનગરમાં રહેતા અરવિંદભાઈ મોહનભાઈ દેવડા (47)હાલમાં ટ્રક નંબર જીજે 8 એડબલ્યુ 5303 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ટંકારા થી રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર મીતાણા ઓવરબ્રિજ ઉપરથી તેઓ પોતાના ભત્રીજા કિશોરભાઈ ધનજીભાઈ દેવડાના ટ્રેક્ટર નંબર જીજે 3 ઇએ 4738 માં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને ટ્રેક્ટરની ટ્રોલીમાં તેનો ટ્રક અથડાવ્યો હતો જે બનાવમાં ફરિયાદી અરવિંદભાઈને પગ, દાઢી, કપાળ, મણકા અને ફેફસામાં ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ટ્રેક્ટર ચાલક કિશોરભાઈ ધનજીભાઈ દેવડા રહે. પ્રભુનગર મીતાણા વાળાને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ બાદ આરોપી પોતાના હવાલા વાળો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રકચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વરલી જુગાર

હળવદના ભવાનીનગર સામે ઓમ ટાયર વાળા કોમ્પ્લેક્સની બાજુમાં જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઇ વલીભાઈ કટીયા (48) રહે. ભવાનીનગર ઢોરો દેવીપુજક વાસ પાસે હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડા 720 રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા અને તેની પ્રાથમિક પૂછપરછમાં રવિભાઈ ભુરાભાઈ રબારી રહે. ભવાનીનગર ઢોરો તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હતું જેથી બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News