મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે


SHARE







મોરબીના બાદનપર ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મોરબીના બાદનપર ગામે સમસ્ત ગામ દ્વારા આગામી તા.4ને શુક્રવારથી રવિવાર સુધી એમ ત્રિદિવસીય રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમસ્ત ગામમાં હરખનો માહોલ છવાયો છે. રામનવમી પર્વ ઉપર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.જેમાં શોભાયાત્રા સહિત ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાશે.

બાદનપર ગામે રામનવમીએ  સમસ્ત ગામ દ્વારા રામજી મંદિરના યોજાનાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.4 અને તા.5ના રોજ યજ્ઞ, હોમ હવન સહિતના ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો અને સંતવાણી, મહાપ્રસાદ યોજાશે, સંતવાણીમાં ભજનિક મંજુલાબેન ગૌસ્વામી, મહેશ બારોટ, સુરેશ પટેલ, શ્રુતિ પટેલ, રવિ ચૌહાણ, આનંદભા ગઢવી અને સુરેશ પટેલ સહિતના કલાકારો રમઝટ બોલાવશે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞના આચાર્ય પદે બળવંતભાઈ દવે, કનુભાઈ જાની બિરમાન થશે. આ ધર્મોત્સવનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.






Latest News