હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જયદીપ એન્ડ કંપનીના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ વિધુત સ્મશાન ઓફિસ બિલ્ડીંગનું રામનવમીએ કરાશે લોકાર્પણ


SHARE







મોરબીમાં જયદીપ એન્ડ કંપનીના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ વિધુત સ્મશાન ઓફિસ બિલ્ડીંગનું રામનવમીએ કરાશે લોકાર્પણ

મોરબીના લીલાપર રોડે આવેલ શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે જયદીપ એન્ડ કંપની વાણીયા-મોરબી દ્વારા વિધુત સ્મશાન ઓફિસ બિલ્ડીંગ માટે દાન આપવામાં આવ્યું હતું અને આ બિલ્ડીંગ બની ગયેલ હોય તેનો લોકાર્પણનો કાર્યક્રમ આગામી તા 6/4 ને રવિવારે રામનવમીના દિવસે રાખવામા આવેલ છે.

મોરબીના લીલાપર રોડ પર છેલ્લા 21 વર્ષથી વિદ્યુત અને ગેસ આધારીત સ્મશાન કાર્યરત છે અને આ સ્મશાન ગૃહ વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર છે. અહી શૂન્ય પ્રદુષણપર્યાવરણનું જતનના શુભઆશય અને અબોલ પશુ-પક્ષીઓની પ્રસંશનીય સેવાએ સંસ્થાનું ધ્યેય છે. ત્યારે મોરબીમાં દરેક સમાજના લોકોને મદદરૂપ થતાં જયદીપ એન્ડ કંપની વાણીયા-મોરબી દ્વારા સમાજ ઉપયોગી કાર્યોમાં હરહમેશ દાન આપવામા આવે છે ત્યારે મોરબીના લીલાપર રોડે આવેલ વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે દાતા સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા (વવાણીયા વાળા) ના નામથી તેઓના દીકરા જયુભા ઉદયસિંહજી જાડેજા, દિલુભા ઉદયસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહ ઉદયસિંહજી જાડેજા અને અશ્વિનસિંહ ઉદયસિંહજી જાડેજા અને તેઓના પરિવાર દ્વારા શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે ઓફિસ બિલ્ડીંગ બનાવી આપવામાં આવેલ છે તેનો લોકાર્પણનો કાર્યક્રમ રામનવમીના દિવસે તા 6/4 ના રોજ સવારે 9:00 કલાકે લીલાપર રોડ વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે રાખવામા આવેલ છે.

આ કાર્યક્રમમાં સંતો દામજી ભગત (નકલંક મંદિર-બગથળા), ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ-મહેન્દ્રનગર), હંસાગીરી માતાજી (ગીરનારી આશ્રમ) તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશરીદેવસિંહ ઝાલા, પરસોતમભાઈ રૂપાલા અને ચંદુભાઈ શિહોરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણી, માજી મંત્રી જયંતીભાઈ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઇ રાજકોટીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયુભા ઉદયસિંહજી જાડેજા,  દિલુભા ઉદયસિંહજી જાડેજા, હસુભાઈ મહેતા, કલેકટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, કમિશનર સ્વપ્નિલ ખરે, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના હાજર રહેશે. ત્યારે શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા તથા ટ્રસ્ટીઓ દ્વારા લોકોને આવવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News