ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE







મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબીના આંગણે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે આ નાટકનું આયોજન કરનાર માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ટિકિટ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોરબીના નગરજનો તરફથી સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબીમાં ૧૩ વર્ષ પહેલા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ૧૪ માં વર્ષમાં માતૃભૂમિ વંદના પ્રવેશ કરી રહ્યું છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક પ્રથમ વખતની ભવ્ય સફળ બાદ બીજીવાર મોરબીના આંગણે લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ટિકિટના વેચાણ માટેના જાણતારાજા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ અને અમારા પરિવારની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે” ના સંકલ્પ સાથે જાણતારાજા મહાનાટકની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના દાતાઓ સહિતના તમામ લોકો તરફથી સનાતન ધર્મના ઉત્થાન માટે સહભાગી થવાની ભાવના સાથે ટિકિટ લેવામાં આવે તેવો અનુરોધ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News