મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચર્ચિત 602 જમીન કૌભાંડનો મુદ્દો જીલ્લા સંકલનની બેઠક ગુંજ્યો: વધુ એક કૌભાંડની ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીમાં બહુચર્ચિત 602 જમીન કૌભાંડનો મુદ્દો જીલ્લા સંકલનની બેઠક ગુંજ્યો: વધુ એક કૌભાંડની ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને રજૂઆત

મોરબીમાં કલેક્ટર કચેરી દર મહિને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે શનિવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ત્રણ ધારાસભ્યઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ તમામ સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં મોરબીમાં બહુચર્ચિત 602 જમીન કૌભાંડનો મુદ્દો ગુંજ્યો હતો અને તે ઉપરાંત વધુ એક જમીન કૌભાંડની ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકનું જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, ડીવાયએસપી સમીર સારડા, ડીઆરડીએ એન.એસ. ગઢવી સહિતના તમામ સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ધારાસભ્યઓ દ્વારા રાજકોટ-મોરબી રૂટમાં બસની સંખ્યા વધારવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં કોઈ અધિકારીઓ નાંણાકીય ઉચાપાત ન કરે તથા સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત પર ભાર મૂકી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પદાધિકારીઓ દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

વધુમાં તેમણે મચ્છુ-2 ડેમના દરવાજા રીપેર કરવા બાબતે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ જિલ્લાના પદાધિકારીઓએ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી બાબતે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાહિત તેમજ જનકલ્યાણકારી કામગીરીની પણ સરાહના કરી હતી. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મોરબીમાં બહુચર્ચિત વજેપર સર્વે નંબર 602 જમીન કૌભાંડનો મુદ્દો ગુંજ્યો હતો અને ફરિયાદીની ફરિયાદ પછી પોલીસે શું કાર્યવાહી કરી તે સહિતના સવાલો કરવામા આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી

આ ઉપરાંત મોરબીના માધાપર ગામે આએલ સર્વે નંબર 149 અને 207/7 વાળી માલિકીનું જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના માલિકને સાથે રાખીને કલેક્ટરને આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારની જમીન તેઓની પાસે જ રહેશે તેની ધારાસભ્ય દ્વારા ખાતરી આપવામાં આવી હતી. વધુમાં ભોગ બનેલા પરિવારે કહ્યું હતું કે, તેઓની વડીલોપાર્જિત જમીન વર્ષોથી મલા દેવજીના નામથી રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલ છે અને ખોટા આધાર પૂર્વા ઊભા કરીને આ જમીન મવા (માવજી) દેવજીના નામે કરીને તેની વારસાદી એન્ટ્રી પણ કરી લેવામાં આવેલ છે જે અંગેની અગાઉ રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યાવહી કરવામાં આવી ન હતી જેથી ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને તમામ પુરાવાઓ આપીને રજૂઆત કરવામાં આવેલ છે. જો કે, તેઓને ન્યાય કયારે મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News