મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝન-વાંકાનેર તાલુકા પોલીસે 11.12 લાખની કિંમતના 55 મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા


SHARE







મોરબી એ ડિવિઝન-વાંકાનેર તાલુકા પોલીસે 11.12 લાખની કિંમતના 55 મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં લોકોના ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન માટે અરજી લઈને પોલીસ વિભાગ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ કરીને મોબાઈલ શોધવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ મળીને 55 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને 11.12 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા.

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર લોકોના ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન કે પછી અન્ય કિંમતી મુદામાલ શોધી કાઢીને પોલીસ વિભાગ દ્વારા મૂળ માલિકને પરત આપવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાઈ ગયેલા કે ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન માટે થઈને પોલીસ સ્ટેશન ખાતે જે અરજીઓ આપવામાં આવી હતી તેના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરીને પોલીસ દ્વારા એક બે નહિ પરંતુ 41 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા ને 8.37 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન આજે તેઓના મૂળ માલિકને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને ડીવાયએસપી પી.એ. ઝાલા તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ રાકેશભાઈ પટેલના હસ્તે પરત આપવામાં આવ્યા હતા આવી જ રીતે જો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ ગયેલા હોય તેની અરજીઓ આવી હતી તેના આધારે પોલીસે કુલ મળીને 14 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને 2.75 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢીને તેઓના મૂળ માલિકને વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર તાલુકાના પીઆઇ દિલીપ ખરાડીના હસ્તે પરત આપવામાં આવ્યા હતા આમ એક જ દિવસની અંદર મોરબી જિલ્લામાં જુદા જુદા બે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ મળીને 55 જેટલા મોબાઈલ ફોન કે જેની કુલ કિંમત 11.12 લાખથી વધુ થાય છે તે મોબાઈલ ફોન મૂળ માલિકને પોલીસ વિભાગ દ્વારા પરત આપવામાં આવેલ છે.






Latest News