મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુની સમીક્ષા કરી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના અંતે નિર્ણીત થયેલ બ્લેક સ્પોટ પર રોડ એન્જિનિયરિંગને લગતા જરૂરી સુધારા કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવતા અટકાવવા યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પગલાં લેવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં માર્ગ અકસ્માતોમાં ૧૮ % ઘટાડો જોવા મળ્યો છે. અને વર્ષ ૨૦૨૨ માં ૨૩૫ માર્ગ અકસ્માતોની સામે વર્ષ ૨૦૨૪ માં ૧૯૧ માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠકમાં કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News