મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે


SHARE







મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સુચના મુજબ મોરબી તાલુકા, શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન રેલીનું આયોજન કરાયેલ છે તેમજ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા ખેડુતોના વિરોધના પગલે ત્રણેય કૃષિ બીલો પરત લેવામાં આવતા પદયાત્રા વિજય રેલીનું આયોજન કરાયેલ છે.

મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા તા.૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય શનાળા રોડ જીઆઈડીસી સામે મોરબી ખાતેથી પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજાજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલતાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ જીલ્લાના કોંગી અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાનાર હોય લોકોને પણ જોડાવા આહવાન કરાયેલ છે.






Latest News