મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસે મહિલાઓનું કરાયું સન્માન


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસે મહિલાઓનું કરાયું સન્માન

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેરમાં જુદાજુદા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢીયા (જીવન જ્યોત આઈ હોસ્પિટલ), હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી), અખિલ ગુજરાત મોરબી ડિસ્ટ્રીક રાજપૂત સમાજ મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી જયશ્રીબા ઝાલા, ટંકારા તાલુકાનાં શિક્ષિકા શ્રીમતી ગીતાબેન સાંચલા, પી.જી.પટેલ કોલેજના ટીચર જસ્મીનબેન અદનાની, મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વિકાસ માટે સતત કાર્યકર્તા ઇન્ડિયન લાયોનેસ ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રીમતી શોભનાવા ઝાલા,મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ શ્રીમતી મયુરીબેન કોટેચા આમ કુલ સાત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  તેમજ વિદ્યાર્થીનીઓને ઉમાશ બ્યુટી પાર્લરના બ્યુટીસીયન ઉમાબેન સોમૈયા દ્વારા ઇન્સ્ટન્ટ સેલ્ફ મેકઅપ શીખવાડવામાં આવ્યો હતો. તથા નિરાલીબેન ખન્ના દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું.






Latest News