મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ.કોલેજ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઇ, ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


SHARE







મોરબીની એલ.ઇ.કોલેજ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઇ, ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ-મોરબી ખાત્તે "ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫" યોજવામાં આવી હતી.જેમાં કુલ ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.આ વકૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ ડો.આર.એન.રાઠોડ, ડો.કે.બી.વાઘેલા એન.એસ.એસ.યુનિટ કો-ઓરડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.સાથોસાથ સ્પર્ધાના નિયમો, વિષયો, સમયમર્યાદા વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.ડો.જે.બી.ભેડા અને પ્રોફે. ડી.કે.અણઝારીયાએ ઈવેન્ટ જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવેલ અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં રાજ્ય અને દેશની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સ્પર્ધાનુ મહત્વ સમજાવેલ.આ સ્પર્ધા વિદ્યાર્થીઓને તેમના ભાષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક ઉત્તમ મંચ પ્રદાન કરે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા અને તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક આપે એવી આશા સાથે સંસ્થાના આચાર્ય ડો. આર.કે.મેવાડાએ ભાગ લેનાર વિધ્યાર્થીઓને સુવિચાર સાથે પારિતોષિક આપેલ.અંતે રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ.કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ડો.આર.એન.રાઠોડ, ડો. કે.બી.વાઘેલા અને સંપૂર્ણ એન. એસ. એસ. યુનિટે ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી.

 






Latest News