મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાકરણબાગ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાકરણબાગ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિરના પ્રભાત તથા કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વ્યાકરણબાગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં  વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ મનોજભાઈ ઓગણજા, નિલેશભાઈ કુંડારીયા, અશોકભાઈ રંગપરીયા સહિતના મહેમાનોમાં હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ સાહિત્યકારોનો પરિચય, ભાષાદિવસનું મહત્વ નાટક, ભાષાનું ગૌરવ વધારતી તેમજ ગુજરાતની વિશેષતા દર્શાવતી, ગામડાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી હતી.






Latest News