મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો


SHARE











મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો

આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆનો ૬૬ મો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવવામાં આવ્યો હતો. આરએસએસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર જે રોહિદાસપરામાં આવેલું છે. બાલિકા પ્રીતિબેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ. સાહેબ નું સ્વાગત તથા આ વિસ્તાર ના લોકો એ પ્રાર્થના,શ્લોક સાથે ૨૧ દીવડાઓ પ્રગટાવી ને ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને શુભ કામનાઓ આપવામાં આવી હતી ત્યાર બાદ ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆ તરફથી બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને સ્કુલ બેગ તથા પરીક્ષા કીટ ભેટમાં આપવામાં આવી હતી. સામાજિક સમરસતાના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની સુંદર કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, મનસુખભાઇ કાવર તથા કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. અને સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા,પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ રામાણી, જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વાઘેલા તથા દિલીપભાઈ દલસાનીયા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News