મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બે પાલિકા ભાજપે કબજે કરતાં ધારાસભ્યની હાજરીમાં જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી


SHARE







મોરબી જિલ્લામાં બે પાલિકા ભાજપે કબજે કરતાં ધારાસભ્યની હાજરીમાં જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી

મોરબી જિલ્લામાં બે નગરપાલિકા ભાજપે કબજે કરી છે ત્યારે આજે મોરબી જિલ્લા ભાજપની ટીમ દ્વારા રામચોક પાસે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આતિશબાજી કરીને વિજયને વધાવવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની જે ચૂંટણી યોજાઈ હતી તે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મોટાભાગની બેઠકો પર ભાજપનો વિજય થયો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં હળવદ નગરપાલિકાની 28 પૈકીની 27 તથા વાંકાનેર નગરપાલિકાની 28 પૈકીની 21 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે ત્યારે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ રામચોક પાસે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ અનુ.જતી મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, હિરેનભાઇ પરેખ, અરવિંદભાઇ વાસદડિયા, મેઘરાજસિંહ ઝાલા, કેતનભાઈ વિલપરા, જયદીપભાઈ કંડિયા, જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણીઓની હાજરીમાં આતિશબાજી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાની બે નગરપાલિકા સહિત સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ભાજપને વિજય મળ્યો છે તે વિજયને વધાવવામાં આવ્યો હતો અને આતિશબાજી કરીને એક મેકના મો મીઠા કરાવીને સૌ કોઈએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી






Latest News