મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા


SHARE







મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા

મોરબીમાં ત્રાજપર ખારી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,300 ની રોકડ સાથે ચારેય અટકાયત કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી પાછળ આવેલ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવજીભાઈ બાબુભાઈ મકવાણા (58), શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (29) અને નિમુબેન રાજેશભાઈ સનુરા (55) રહે ત્રણેય ત્રાજપર મોરબી તેમજ મધુબેન દિલીપભાઈ પાટડીયા (45) રહે. પીપળી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં
મોરબીના રવાપર (નદી) ગામે રહેતા અને વાડીએ મજૂરી કામ કરતા પરિવારના સંતોષબેન લોકેશભાઈ માવી નામની ૩૨ વર્ષની મહિલાએ કોઇ કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એન.જે.ખડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.મોરબીના રવાપર ગામે રહેતા નવઘણભાઈ અમરશીભાઈ નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ત્રાજપર ચોકડી પાસે બાઈક સ્લીપ થઇ જતા ઈજા થતા સારવારમાં શઇ જવાયો હતો.

વાહન અકસ્માત
મોરબીના ખાનપર ગામના કેશવજીભાઈ ઓધવજીભાઈ નામના ૬૪ વર્ષના આધેડ ચાંચાપરથી પરત ઘરે જતા હતા.ત્યારે બાઈક અને ટ્રેકટર સાથે અથડામણ થતાં ઇજા પામતા સારવારમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા






Latest News