વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાટકીવાસ ચોક પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE











મોરબીમાં ખાટકીવાસ ચોક પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સ પકડાયા

મોરબીમાં ખાટકીવાસ ચોક પાસે જુગારની રેડ કરી હતી ત્યારે ચલણી નોટના નંબર આધારે હારજીતનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરીને એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ખાટકીવાસ ચોક પાસે ચલણી નોટના નંબર આધારે હારજીતનો જુગાર રમતા હતા ત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી નદીમભાઈ અબુભાઈ સેતા (45) રહે. ખાટકીવાસ મોરબી અને પ્રવીણભાઈ માવજીભાઈ મકવાણા (45) રહે. જેલ રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 5200 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં કબીર ટેકરી વોંકળા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા હીરાલાલ મંગળદાસ ડાખોર (48) રહે. સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગર ગરબી ચોક પાસે મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 4,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના જુના બસ સ્ટેશન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં સ્થાનિક પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા અવચરભાઈ હમીરભાઇ ધામેચા (41) રહે. ખાખરેચી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 370 રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News