મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા બાકીદારોની ૯ મિલકતોને સીલ કરાઇ: જપ્તી-ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ


SHARE







મોરબી મહાપાલિકા દ્વારા બાકીદારોની ૯ મિલકતોને સીલ કરાઇ: જપ્તી-ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ

મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તા. ૧/૧/૨૦૨૫ થી ૯/૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાંથી ૪૨ મિલકત ધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા ૯ મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ ૭૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગત તા. ૧૫૦૨/૨૦૨૫ ના રોજ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજય કુમાર સોની તથા ટેકસ શાખાની ટીમ દ્વારા ૬ મિલકત જપ્તી-ટાંચમાં લેવામાં આવી હતી. જેમાંથી ૫ મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન ૧ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનર (પ્રોજેકટ) મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News